વોશિંગ્ટન: પ્રેસિડન્ટ ટ્રમ્પે શુક્રવારે ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ અને રૂપર્ટ મર્ડોક સહિતના અખબાર માલિકો સામે બદનક્ષીનો કેસ ઠોકી દીધો છે. અખબારી અહેવાલોમાં દાવા મુજબ વર્ષ 2003માં ટ્રમ્પે જેફરી એપસ્ટિનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ટ્રમ્પે તે અહેવાલો ખોટા હોવાના દાવા કરતાં બદનક્ષીનો કેસ કરીને 10 બિલિયન ડોલરના વળતરની માગણી કરી છે.
અખબારી અહેવાલોમાં દાવો થયો હતો કે ટ્રમ્પે એપસ્ટિનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં એક અશ્લીલ ચિત્ર મોકલ્યું હતું.