ટ્રસનું મિની બજેટ એક મોટી ભૂલ – જો બાઇડેન

બ્રિટનની બાબતોમાં માથુ નહીં મારવા ટોરીઝની બાઇડેનને સલાહ

Wednesday 19th October 2022 04:54 EDT
 
 

લંડન

લિઝ ટ્રસની આર્થિક નીતિઓની ઘરઆંગણે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ ટીકાઓ થઇ રહી છે. સામાન્ય રીતે પશ્ચિમના દેશો એકબીજાની મહત્વની ઘરેલુ નીતિઓ પર પ્રહાર કરતાં નથી પરંતુ અમેરિકાના પ્રમુખ જો બાઇડેને ખુલીને લિઝ ટ્રસની નીતિઓની ટીકા કરી છે. જો બાઇડેને જણાવ્યું હતું કે, લિઝ ટ્રસનું મિની બજેટ મોટી ભૂલ હતી. વિશ્વભરમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે અન્ય દેશોની આર્થિક નીતિઓ અમેરિકાને નુકસાન પહોંચાડી શકે છે. લિઝ ટ્રસનું મિની બજેટ ભૂલ છે તેવું હું એકલો માનતો નથી. આ સાચી વાત છે. આઇએમએફ અને યુરોપના બાકી દેશો પણ તેમ માની રહ્યાં છે.

જોકે ટોરી પાર્ટીમાંના લિઝ ટ્રસને સમર્થકોએ જો બાઇડેનને તેમની ઘરઆંગણાની સમસ્યાઓ પર ધ્યાન આપવા અને બ્રિટનની ઘરેલુ બાબતોમાં માથુ નહીં મારવાની સલાહ આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter