ટ્વિટરના પૂર્વ સીઇઓ અગ્રવાલે મસ્ક સામે રૂ. 1,000 કરોડનો કેસ ઠોક્યો

Sunday 17th March 2024 10:59 EDT
 
 

નવી દિલ્હી: ટ્વિટર (વર્તમાન નામ એક્સ)ના પૂર્વ સીઇઓ પરાગ અગ્રવાલ સહિત ચાર ટોચના પૂર્વ અધિકારીઓએ એક્સના વર્તમાન માલિક એલન મસ્ક પર 128 મિલિયન ડોલર (અંદાજે 1,000 કરોડ રૂપિયા)નો કેસ કર્યો છે. મસ્ક વિરુદ્ધ કાર્યવાહી કરનારમાં ટ્વિટરના પૂર્વ સીએફઓ સીકઆ નેડ સેગલ, પૂર્વ લીગલ ચીફ ઓફિસર વિજયા ગદ્દે અને પૂર્વ જનરલ કાઉન્સિલ સીન એજેટ સામેલ છે. અગ્રવાલ, ગદ્દે અને અન્ય પૂર્વ કર્મચારીઓએ પહેલાં પણ કેસ કર્યો હતો અને ડેલાવેર કોર્ટમાં કેસ જીત્યો હતો.
પરાગ અગ્રવાલ, નેડ સેગલ, સીન એજેટ અને વિજયા ગદ્દેએ કેસમાં દાવો કર્યો છે કે કંપની પાસેથી તેમને 128 મિલિયન ડોલર (લગભગ રૂ. 1,000 કરોડ) લેવાના બાકી છે. આ કેસ સાન ફ્રાન્સિસ્કોની કોર્ટમાં કરવામાં આવ્યો છે. ઓક્ટોબર 2022માં મસ્કે ટિવટરની ખરીદી કરી હતી. આ સોદો 44 બિલિયન ડોલરમાં કરાયો હતો.
ટ્વિટરની ખરીદી કર્યા બાદ મસ્કે સૌથી પહેલા કંપનીના ચાર અધિકારીઓની છટણી કરી હતી, જેમાં સીઈઓ પરાગ અગ્રવાલ, સેગલ, ગદ્દે અને એજેટનો સમાવેશ થાય છે. સીઈઓ તરીકે પરાગ અગ્રવાલનો પગાર 1 મિલિયન ડોલર હતો. ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ 29 નવેમ્બર 2021ના રોજ ટ્વિટરના સીઈઓ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ પરાગ અગ્રવાલને કંપનીના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. સીઈઓ બનતા પહેલાં પરાગ ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter