ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા. પ્રદર્શન બાદ આ હાડપીંજરનું સોથબીઝ દ્વારા ઓક્શન કરવામાં આવશે. એક અંદાજ એવો છે કે આ કંકાલની 6 મિલિયન ડોલર (આશરે 50 કરોડ રૂપિયા)માં હરાજી થઈ શકે છે. લગભગ સંપૂર્ણ કહી શકાય તેવા આ હાડપીંજર વર્ષ 1995માં અમેરિકાના વાયોમિંગ સ્ટેટમાં ખોદકામ દરમિયાન મળી આવ્યું હતું. પુરાતત્વવિદોનું માનવું છે કે આ કંકાલ નાની વયના ડાયનાસોરનું છે, અને તે ખૂબ જ દુર્લભ છે. તેના નાક પરનો શિંગડા જેવા ભાગ અને આંખોની ઉપરના હાડકાં તેની આગવી ઓળખ છે. તેમાં ખોપરી, કરોડરજ્જુ અને પગ સહિતના ભાગો ઘણા ભાગો સારી સ્થિતિમાં સંરક્ષિત છે. ડાયનાસોરની સેરાટોસોરસની પ્રજાતિની પહેલી વખત 1884માં ઓળખ કરાઈ હતી.