વોશિંગ્ટન: અમેરિકાના ઈમ્યુનોલોજિસ્ટ ડો.એન્થની ફોસીએ ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરિઅન્ટના કેસો હાલના દરે જ વધતાં રહેશે તો કોરોનાના કેસોની સંખ્યા બમણી થતાં વાર નહીં લાગે. વધુમાં, આ ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ ફોલ અને વિન્ટરમાં પણ પ્રસરવાનું ચાલુ રહેશે તો તેનો વધારે ઘાતક સ્ટ્રેઇન વિક્સી શકે છે.
નોંધપાત્ર બાબત એ છે કે આ નવા વેરિઅન્ટ સામે હાલની કોરોના વેક્સિનો બિનઅસરકારક બને તેવી સંભાવના છે. ફોસીએ ઉમેર્યું કે હાલ તો આપણે નસીબદાર છીએ કે ડેલ્ટા વેરિઅન્ટ સામે વર્તમાન કોરોના વેક્સિનો હજુ અસરકારક છે. ખાસ કરીને કોરોનાની આકરી માંદગી સામે તે હજુ રક્ષણ આપે છે.