ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વિવાદમાં: પૂર્વ કોલમિસ્ટે દુષ્કર્મનો આરોપ મૂક્યો

Sunday 07th May 2023 12:51 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધતી જતી દેખાય છે. એક તરફ ટ્રમ્પ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની તૈયારી કરે છે, તો બીજી તરફ તેમણે એક પછી એક કેસમાં અદાલતની કાર્યવાહીનો સામનો કરવો પડે તેવા સંજોગ સર્જાઇ રહ્યા છે. સ્ટોર્મી ડેનિયલ્સ કેસમાંથી હજી છુટકારો નથી થયો ત્યાં ટ્રમ્પે હવે પૂર્વ કોલમિસ્ટ ઈ. જીન કેરોલના દુષ્કર્મ કેસમાં પણ કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડે છે.
પૂર્વ રાષ્ટ્રપતિ સામે ચાલી રહેલા કેસની સુનાવણીમાં અમેરિકન અદાલતને જણાવાયું હતું કે ટ્રમ્પે અમેરિકાની પૂર્વ કોલમિસ્ટ ઈ. જીન કેરોલની સાથે દુષ્કર્મ કર્યું અને પછી અપમાનજનક ટિપ્પણી કરીને તેની મજાક ઉડાવી હતી. જોકે, ટ્રમ્પના વકીલે લાંબા સમયથી વિલંબિત કાર્યવાહીની શરૂઆતમાં તર્ક રજૂ કર્યો કે જીન કેરોલ ખૂબ પૈસા અને ખ્યાતિ મેળવવા માટે આવું કરી રહી છે.
જીન કેરોલે પહેલાં દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પે મેનહટ્ટનમાં ફિફ્થ એવન્યૂ સ્થિત બર્ગ ડોર્ફ ગુડમેન ડિપાર્ટમેન્ટ સ્ટોરના ચેન્જિંગ રૂમમાં એનું યૌન-ઉત્પીડન કર્યું હતું. એણે દાવો કર્યો કે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં લેડીઝ લોન્જરી ખરીદવા માટે એની સલાહ માગી અને પછી એના પર હુમલો કરી દીધો. જીન કેરોલના વકીલે અદાલતને કહ્યું કે જે સમયે કેરોલ ડ્રેસિંગ રૂમમાં હતી ત્યારે ટ્રમ્પ ત્યાં ગયા અને અચાનક બધું બદલાઈ ગયું. ટ્રમ્પ કેરોલ કરતાં લગભગ બમણા કદકાઠી શરીર ધરાવે છે તેથી તે પોતાનો બચાવ ન કરી શકી. આ કેસમાં ઈ. જીન કેરોલે 2019માં પહેલી વાર ટ્રમ્પ સામે આક્ષેપ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter