ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ભારત આવશે

Thursday 17th August 2017 08:15 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી અને સલાહકાર ઈવાન્કા ટ્રમ્પ નવેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. ઈવાન્કા ગ્લોબલ એન્ટરપ્રિન્યોર સમિટ (જીઈએસ)માં ભાગ લેવા માટે આવશે. આ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હશે. ભારતમાં આઠમી વખત જીઈએસનું સંમેલન યોજાઈ રહ્યું છે. જૂનમાં અમેરિકાની મુલાકાત વખતે મોદીએ ઈવાન્કાને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ઈવાન્કાએ એ સમયે ટ્વિટર પર મોદીના આમંત્રણ બદલ આભાર માન્યો હતો. જીઈએસની શરૂઆત વર્ષ ૨૦૧૦માં પૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ કરી હતી. ભારત પ્રથમ વાર આ સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. સૂત્રોના કહેવા પ્રમાણે આ કાર્યક્રમને ભવ્ય બનાવવા પાછળ કૂટનીતિ છે. તેનાથી એચ-૧બી વિઝાના મુદ્દે ભારતને ફાયદો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter