ડોનાલ્ડ ટ્રમ્પની નજર 2024ની પ્રમુખપદની ચૂંટણી પર

Friday 11th November 2022 07:44 EST
 
 

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લડવા માટે વિચારી રહ્યા છે. તેમણે એક રેલીમાં આ વાત કહી હતી. અહેવાલો અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ 14 નવેમ્બરે ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે. સિઓક્સ સિટીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે, દેશને સુરક્ષિત બનાવવા માટે હું ફરી વાર ચૂંટણીમાં ઊભો રહી શકું છું. હું બસ આટલું જ કહેવા માગુ છું કે તમે બધા તૈયાર થઈ જાવ. આ પહેલાં પણ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ઊભા રહેવાની વાત કહી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, હું ચૂંટણી લડું તેનાથી ઘણાં બધા લોકોને ખુશી થશે. બધા ઇચ્છે છે કે હું ચૂંટણી લડું. મારી લોકપ્રિયતા વધારે છે. હું પ્રેસિડેન્ટ ઉમેદવાર તરીકે કરાવાતા તમામ પોલ અને સર્વેમાં આગળ છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter