ડ્રગ્સ વેચવાના કેસમાં ભારતવંશીને પાંચ વર્ષની જેલ, 15 કરોડ ડોલરનો દંડ

Saturday 27th April 2024 07:28 EDT
 
 

વોશિંગ્ટન: 40 વર્ષીય ભારતીય અમેરિકનને ડાર્ક વેબ માર્કેટપ્લેસ પર ડ્રગ્સ વેચવાના આરોપસર પાંચ વર્ષની સજા ફટકારાઇ છે. આ સાથે જ તેની પાસેથી લગભગ 15 કરોડ ડોલર દંડ પેટે વસૂલવાનો આદેશ અપાયો છે. રિપોર્ટ મુજબ, ભારતના હલ્દવાનીના રહેવાસી બનમીત સિંહને અમેરિકાની સુચના બાદ એપ્રિલ 2019માં લંડન પોલીસે ઝડપી લીધો હતો. તેને માર્ચ 2023માં અમેરિકાને હવાલે કરાયોહતો. કોર્ટમાં પૂરવાર થયું હતું કે, બનમીત સિંહે એક્સ્ટસી, ઝેર્નેક્સ, કેટામાઈન, એલએસડી, ફેંટેનાઈલ અને ટ્રામાડોલ જેવી નશીલી વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કર્યું હતું.
બનમીતે આ તમામ પ્રતિબંધિત ડ્રગ્સના બદલામાં ક્રિપ્ટો કરન્સીના માધ્યમથી નાણાં વસૂલ કર્યા હતાં. આ ઉપરાંત તપાસમાં સામે આવ્યું હતું કે, તે યુએસ મેલ અને અન્ય શિપિંગ સર્વિસનો ઉપયોગ કરીને યુરોપ અને અમેરિકામાં ડ્રગ્સની ખેપ પહોંચાડતો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર, બનમીતે લગભગ 15 કરોડ ડોલરની કમાણી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter