ડ્રગ્સની કમાણીનું મની લોન્ડરિંગ કરનાર ભારતીય અમેરિકનની ધરપકડ

Monday 27th January 2020 07:15 EST
 

ન્યૂ યોર્કઃ વિવિધ આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ સ્કીમો ચલાવનાર અને ગેરકાયદે વેપાર ટ્રાન્સમિશન કરનાર ભારતીય અમેરિકન અમિત અગ્રવાલની ધરપકડ કરવામાં આવી હતી અને તે પછી તેની સામે આરોપો મુકાયા હતા. ડિસેમ્બર, ૨૦૧૯માં ન્યૂ યોર્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયેલો અમિત અગ્રવાલ ન્યૂ જર્સીમાં ઈસ્ટ હેનોવેરમાં ઈલેક્ટ્રોનિક્સ ચીજોનો જથ્થાબંધ વેપાર કરતો હતો. મેનહટ્ટન ફેડરલ કોર્ટમાં ખોલવામાં આવેલા આરોપનામા અનુસાર જૂન ૨૦૧૮થી ૨૦૧૯ સુધી આરોપીઓએ આખા અમેરિકા અને અન્ય દેશો ઉપરાંત કોલંબિયામાં પણ વિવિધ લોકેશનો દ્વારા મેળવેલા ફંડને લોન્ડર કરવા સ્કિમો બનાવી હતી. અગ્રવાલ અને અન્ય છ કોલંબિયન નાગરિકો સામે ચાર આરોપો મુકાયા હતા. કોલંબિયનોની તેમના જ દેશ કોલંબિયામાંથી ધરપકડ કરાઈ હતી. અમેરિકન સરકારે તેમના અમેરિકા ખાતે પ્રત્યાર્પણની માગ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter