ત્રણ નર્સિંગ હોમ્સના માલિક અને સંચાલક અમી પટેલ પાસેથી $ 69,000 ની વસૂલાત

ભારતીય અમેરિકન એમ્પ્લોયરને ઓવરટાઈમ ચૂકવવા આદેશ

Wednesday 15th February 2023 04:14 EST
 

ન્યૂ યોર્કઃ યુએસના મિશિગન સ્ટેટમાં ત્રણ નર્સિંગ હોમ્સના ભારતવંશી માલિક અને સંચાલક અમી પટેલને તેના 45મેનેજર્સને 69,000ડોલરનો નહિ ચૂકવાયેલા ઓવરટાઈમ ચૂકવી દેવા આદેશ કરાયો છે. અમી પટેલ ચેસાનિંગ નર્સિંગ સેન્ટર, બેકોનશાયર નર્સિંગ સેન્ટર અને ડેટ્રોઈટમાં વેસ્ટવૂડ નર્સિંગ સેન્ટર ચલાવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ લેબરના વેજ એન્ડ અવર ડિવિઝને આ ત્રણ સેન્ટરમાં 45 મેનેજર્સને ચૂકવવાની થતી વેતન અને ઓવરટાઈમની રકમ રિકવર કરી છે.

ફેડરલ તપાસમાં પ્રાપ્ત માહિતી અનુસાર અમી પટેલ તેના મેનેજર્સને પ્રતિ સપ્તાહ 40 કલાકથી ઓછાં કામ બદલ કલાકના ધોરણે તેમજ 40 કલાકથી વધુ કામ થાય ત્યારે પગારના ધોરણે નાણા ચૂકવતી હતી. મેનેજર્સનું સ્ટેટસ વારંવાર બદલીને તેમને ઓવરટાઈમ ચૂકવાતો ન હતો. ડેટ્રોઈટમાં વેજ એન્ડ અવર ડિવિઝનના ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર ટિમોલિન મિચેલે સ્પષ્ટ કર્યું હતું કે બિઝનેસ માલિકો કેટલાક સપ્તાહ પગારના ધોરણે અને કેટલાક સપ્તાહ કલાકના ધોરણે નાણા ચૂકવવા મનસ્વીપણે નિર્ણય લઈ શકે નહિ. અમી પટેલે તેની હેલ્થકેર ફેસિલિટીઝમાં વર્કર્સને સંપૂર્ણ વેતન નહિ ચૂકવી ફેડરલ કાયદાઓનો ભંગ કર્યો છે. તેણે 2015માં કર્મચારીઓને ફરજિયાત તાલીમ પણ પૂરી પાડી ન હતી. તેના ડ્રાઈવર્સને તમામ ટ્રાવેલ અને વેઈટિંગ ટાઈમના નાણા પણ ચૂકવ્યાં ન હતા્.

અમી પટેલ દ્વારા ફેર લેબર સ્ટાન્ડર્ડ એક્ટના વારંવાર ભંગ બદલ સિવિલ મોનેટરી પેનલ્ટીઝ તરીકે 7,938 ડોલર વસૂલ કરાયા હતા. ડિવિઝને બેકોનશાયર નર્સિંગ સેન્ટરના 12 કર્મચારીના બાકી નીકળતા વેતન પેટે 17,173 ડોલર, વેસ્ટવૂડ નર્સિંગ સેન્ટરના 21 કર્મચારીના બાકી વેતન પેટે 14,205 ડોલર અને ચેસાનિંગ નર્સિંગ સેન્ટરના 12 કર્મચારીના બાકી વેતન પેટે 3,133 ડોલર વસૂલ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter