ત્રણ ભારતીય અમેરિકામાં મની લોન્ડરિંગ કેસમાં દોષી જાહેર

Thursday 14th February 2019 05:26 EST
 

ન્યૂ યોર્કઃ અમેરિકાની એક કોર્ટે મની લોન્ડરિંગના કેસમાં ત્રણ ભારતીય સહિત ૬ લોકોને દોષિત ઠેરવ્યા છે. અમેરિકી ન્યાય વિભાગના દસ્તાવેજો મુજબ પાંચ અઠવાડિયા સુધી ચાલેલી જ્યુરી ટ્રાયલ બાદ મની લોન્ડરિંગમાં આ ત્રણેય સામે કાવતરું ઘડવાનો આરોપ સાબિત થયો છે. દોષિતોમાં ભારતીય અમેરિકી રવીન્દ્ર રેડ્ડી, હર્ષ જગ્ગી અને નીરુ જગ્ગી સામેલ છે.

હર્ષ અને એડ્રિયન મની લોન્ડરિંગના બે કેસમાં જ્યારે નીરુ જગ્ગી એક કેસમાં દોષિત ઠર્યો છે. રવીન્દ્રને અન્ય કેસો ઉપરાંત મની લોન્ડરિંગના બે કેસમાં દોષિત ઠેરવાયો. વર્ષ ૨૦૧૧થી ૨૦૧૩ સુધી આ લોકોએ સમગ્ર અમેરિકામાં દવાઓના વેચાણથી મળેલા કરોડો રૂપિયા ટેક્સાસના લારેડોમાં હવાલા મારફત મોકલવામાં મદદ કરી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter