વોશિંગ્ટનઃ અમેરિકાની બહુમતી પ્રજા માને છે કે ટ્રમ્પ સરકાર ભ્રષ્ટ છે. ગેલપ સર્વેક્ષણના આધારે આ તારણ રજૂ થયું છે. ગેલપ દ્વારા જાહેર થયેલા આ સર્વેક્ષણના તારણો મુજબ 89 ટકા અમેરિકાવાસીઓ માને છે કે ટ્રમ્પ સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સરકારના પુનરાગમન પછીનો આ સૌથી મોટો આંકડો છે. વર્ષ 2024માં 73 ટકા લોકો માનતા હતા કે અમેરિકી સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. તાજેતરના સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ 10માંથી 9 લોકોનું માનવું છે કે સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. ડેમોક્રેટ અને અપક્ષ મતદારોમાં આ ધારણા ઝડપથી વધી રહી છે.સર્વેક્ષણમાં 89 ટકા અમેરિકાવાસીઓનું કહેવું છે કે સરકારમાં ભ્રષ્ટાચાર વ્યાપક ફેલાયેલો છે. આ આંકડો વીતેલા વર્ષની તુલનામાં 10 ટકા વધુ છે. વર્ષ 2024માં 73 ટકા લોકો આવી માન્યતા ધરાવતા હતા. વર્ષ 2010થી 2025 દરમિયાન આ આંક લગભગ 72 થી 89 ટકા વચ્ચે રહ્યો છે.ડેમોક્રેટ મતદારોમાં આવી ધારણા સૌથી ઊંચા પ્રમાણમાં જોવા મળી રહી છે. વર્ષ 2024માં 57 ટકા ડેમોક્રેટ માનતા હતા કે સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. હવે 91 ટકા ડેમોક્રેટ મતદારો માની રહ્યા છે કે સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. અપક્ષ મતાદારોની વાત કરીએ તો તેમના કિસ્સામાં ટકાવારી 78 ટકાથી વધીને 90 ટકા થઈ છે.
ટ્રમ્પ સામે ભ્રષ્ટાચારના આરોપ
આ સર્વે અહેવાલ એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પાછા ફર્યા બાદ તેમના પર હીતોના ટકરાવ અને સત્તાના દુરુપયોગના અનેક આરોપ થઇ ચૂક્યા છે. ટ્રમ્પ આવા અનેક વિવાદોનો સામનો કરી ચૂક્યા છે. કતારના શાહી પરિવારે અમેરિકી રાષ્ટ્રપતિના ઉપયોગ માટે લક્ઝુરિયસ બોઇંગ 747ની ભેટ આપતાં પણ વિવાદ સર્જાયો હતો.


