એન્ડ્રયુ બોસ્ટિન્ટો 100 વર્ષના છે અને તેમણે દુનિયાના સૌથી મોટી ઉંમરના બોડી બિલ્ડર બનીને ઈતિહાસ રચ્યો છે. આ સિદ્ધિની જાહેરાત યુએસ નેશનલ જિમ એસોસિએશન (એનજીએ) દ્વારા કરાઈ છે. એન્ડ્ર્યુને નેચરલ બોડી બિલ્ડિંગના ગોડફાધર તરીકે ઓળખવામાં આવે છે. તેમની બોડી બિલ્ડિંગ યાત્રા દાયકાઓથી ચાલી રહી છે. તાજેતરમાં જ તેમણે પુરુષોની ફિઝિક સ્પર્ધામાં ભાગ લીધો અને તેમણે 90 વર્ષની ઉમરે આ સ્પર્ધામાં ઉતરનાર જિમ એરિંગ્ટનનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. એન્ડ્ર્યુને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉલ્લેખનીય યોગદાન માટે બ્રોન્ઝ સ્ટારથી પણ સન્માનિત કરાયા હતા.