ધાર્મિક લઘુમતીઓને આવકારવાના ભારતના પગલાની પ્રશંસા

Tuesday 24th August 2021 16:27 EDT
 

વોશિંગ્ટનઃ અફઘાનિસ્તાનમાં અશરફ ગની સરકારને ઊથલાવીને તાલિબાની સત્તા સ્થાપવામાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થાની જ મુખ્ય ભૂમિકા છે તેવો દાવો અમેરિકન સંસદના રિપબ્લિકન સેનેટરે કર્યો હતો. સ્ટીવ શાબોટે હિન્દુ પોલિટિકલ એક્શન કમિટીના વર્ચ્યુઅલ સમારંભને સંબોધતાં જણાવ્યું હતું કે ઈસ્લામાબાદને તાલિબાનોના વિજયનું જશ્ન બનાવતું જોવું ઘૃણાસ્પદ છે. તાલિબાનોનો આ વિજય નિર્દોષ અફઘાન નાગરિકો માટે અકલ્પનીય નિર્દયતા લઈ આવશે. સાથે જ શાબોટે તાલિબાનના શાસનમાં એમના હાથે ગમે ત્યારે હણાઈ જવાનો ભય ધરાવતી અફઘાનિસ્તાનની ધાર્મિક લઘુમતીઓને આવકારવાના ભારતના પગલાની પ્રશંસા કરતાં કહ્યું કે ભારતની આ કામગીરી વખાણવા લાયક છે.

શાબોટે ઉમેર્યું કે પાકિસ્તાનમાં જ ધાર્મિક લઘુમતીઓ પર થતા અત્યાચારની અમેરિકામાં જેટલી ચર્ચા થવી જોઈએ તેટલી થતી નથી. પરંતુ અમેરિકાના સાથી નાગરિકોને પાકિસ્તાનમાં થતા અત્યાચારો વિશે જણાવવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter