વર્ષ 2023ને વિદાય આપવા અને નવા વર્ષ 2024ને આવકારવા તૈયારી શરૂ થઈ ગઈ છે. ન્યૂ યોર્કના બ્રુકલિન બોટનિકલ ગાર્ડનને રંગબેરંગી રોશનીથી શણગારાયો છે. ગાર્ડનનો ઝળહળાટ જોવા મોટી સંખ્યામાં પ્રવાસી આવી રહ્યા રહી છે. નવા વર્ષને વધાવવા ગાર્ડનમાં 10 લાખથી વધુ એલઈડી લાઈટો લગાવાઇ છે. અહીં દોઢ કિમી લાંબો માર્ગ પણ રોશનીથી ઝળહળે છે. રોશનીના પ્રકાશમાં પ્રવાસીના ચહેરા પર ઉત્સાહની ચમક જોવા મળી રહી છે.