નવી નીતિ હેઠળ અમેરિકામાં પ્રવેશ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત

Wednesday 27th October 2021 06:29 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકાની નવી ટ્રાવેલ પોલિસી હેઠળ જે દેશ કોવિડ - ૧૯માંથી બહાર આવી ગયો હોય અને તે પછી બે ડોઝ ધરાવતી વેક્સિનનો એક જ ડોઝ લીધો હશે એવા આંતરરાષ્ટ્રીય પ્રવાસીને દેશમાં પ્રવેશ નહીં મળે. ફ્રાન્સ અને ઈયુના દેશોમાં આ ધોરણને ફુલ્લી વેક્સિનેટેડ તરીકે ઓળખવામાં આવે છે.
અમેરિકાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તે આઠ નવેમ્બરથી ફુલ્લી વેક્સિનેટેડ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે તેની સરહદો ખોલી નાખશે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું હતું કે, તે બે ડોઝ ધરાવતી વેક્સિનના બે ડોઝના કોઈપણ કોમ્બિનેશનને માન્યતા આપશે. ફુલ્લી વેક્સિનેટેડનો અર્થ બે ડોઝ ધરાવતી વેક્સિનના બન્ને ડોઝ લેવાયા હોય તે જ ગણાશે.
અમેરિકાના નવા નિયમની સ્પષ્ટતાના કારણે ભારત અને યુરોપમાંથી અમેરિકાનો પ્રવાસ કરવા માગતા સેંકડો લોકોનું આયોજન અટકી શકે છે. જો કે અમેરિકાએ ક્યારેય પણ તેના દેશની વેક્સિનેશનની વ્યાખ્યાઓમાં કોવિડ - ૧૯થી રિકવરીનો સમાવેશ કર્યો ન હતો.
દરમિયાન, ઇઝરાયેલમાં પણ ડેલ્ટા સ્ટ્રેનના સબવેરિઅન્ટનો એક કેસ નોંધાયો હતો.  યુરોપથી આવેલો ૧૧ વર્ષનો એક બાળક આ સ્ટ્રેનનો કેરિયર હતો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter