નોર્થ ગુરુદ્વારા સામૂહિક શૂટિંગ્સની ઘટનાઓમાં 17 શીખની ધરપકડ

Wednesday 26th April 2023 06:09 EDT
 

સેક્રેમેન્ટો, કેલિફોર્નિયાઃ સ્ટોકટોન અને સેક્રેમેન્ટોમાં શીખ ગુરુદ્વારાઓ સહિત ઉત્તર કેલિફોર્નિયામાં 2022-2023ના ગાળામાં સામૂહિક શૂટિંગ્સની ઘટનાઓમાં સંડોવણી બદલ હરીફ ક્રિમિનલ સિન્ડિકેટ્સ સાથે સંકળાયેલા 17 શીખ પુરુષોની પોલીસે ધરપકડ કરી છે. સંયુક્ત લો એન્ફોર્સમેન્ટ ઓપરેશનમાં સુટ્ટર, સેક્રેમેન્ટો, સાન જોઆકિન, સોલાનો, યોલો અને મર્સેડ કાઉન્ટીઝમાં હત્યાના પાંચ પ્રયાસ સહિત હિંસા અને શૂટિંગ્સના સંખ્યાબંધ ગુનાઓ માટે જવાબદાર શકમંદો પાસેથી 41 ફાયરઆર્મ્સ કબજે લેવાયા હતા.

કેલિફોર્નિયા એટર્ની જનરલ રોબ બોન્ટા, યુબા સિટીના પોલીસ વડા બ્રિઆન બેકર અને સુટ્ટર કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની જેનિફર ડુપ્રે દ્વારા જણાવાયું હતું કે 17 એપ્રિલે 20 સ્થળોએ દરોડા પડાયા હતા. ડુપ્રેએ જણાવ્યું હતું કે મુખ્યત્વે સ્થાનિક શીખ કોમ્યિુનિટીના સભ્યો સાથેની બે સિન્ડિકેટ્સ મલ્ટિપલ શૂટિંગ્સ માટે જવાબદાર હતી જેમાં, ઓગસ્ટ 2022માં સ્ટોકટોનના શીખ ટેમ્પલમાં પાંચ અને 23 માર્ચ2023 ના રોજ સેક્રેમેન્ટોના ટેમ્પલમાં બે વ્યક્તિ સહિત કુલ 11 વ્યક્તિ ઠાર મરાયા હતા. ફેબ્રુઆરી 2023માં તપાસ શરૂ કરાયા પછી પોલીસ વધુ બે શૂટિંગની ઘટનાઓ બનતી અટકાવી શકી હતી.

એબીસી ન્યૂઝ અનુસાર કરણદીપ સિંહ, પરદીપ સિંહ, પવિત્તર સિંહ, હસંદીપ સિંહ, સહજપ્રીત સિંહ, હરિકિરાત સિંહ, તીરથ રામ, ધરમવીર સિંહ, જોબનજીત સિંહ, ગુરવિન્દર સિંહ, નીતિશ કૌશલ, ગુરમિન્દર સિંહ કાંગ, દેવેન્દર સિંહ, કરમબીર ગિલ, રાજીવ રંજન, જોબનપ્રીત સિંહ અને સિંહ ધેસીની ધરપકડ કરાઈ હતી. હજુ અમનદીપ સિંહ, હરમનદીપ સિંહ, ગુરશરણ સિંહ, ગુરચરણ સિંહ અને જશકરણ સિંહની ધરપકડ કરાવાની બાકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter