ન્યૂ જનરેશન સુપરસોનિક વિમાન હવે ત્રણ કલાકમાં ન્યૂયોર્કથી લંડન પહોંચાડશે

Wednesday 08th September 2021 06:03 EDT
 
 

ન્યૂ યોર્કઃ ભારતીય દક્ષિણ આફ્રિકન ટેક એક્સપર્ટ, ઉદ્યોગ સાહસિક અને મોબાઈલ એપ કંપનીના સ્થાપક પ્રીવેન રેડ્ડીએ ન્યૂ જનરેશન સુપરસોનિક ટ્રાન્સપોર્ટ અને વધુ ઝડપથી દુનિયાને સાંકળવા માટે ડેલવરના ડોવર ખાતે લીડીંગ એજ એવિએશન પ્રોપલ્સન (Leap) એરોસ્પેસ વિક્સાવ્યું છે. કંપનીના એંગ્લો - ફ્રેંચ કોન્કોર્ડ જેવી ડિઝાઈનના LEAP EON-01 માં ચાર એન્જિન સાથે ટ્વિન ટેઈલ્ડ ડેલ્ટા વિંગ કોન્ફિગ્યુરેશન છે. તેની ક્ષમતા ૬૫થી ૮૮ પેસેન્જર્સને લઈ જવાની છે.

આ વિમાન ૨૦૫ ફૂટ લાંબૂ છે અને તેની સ્પીડ Mach 1.9 સુધી થઈ શકે છે. તે ૬૦,૦૦૦ ફૂટ ઉંચે ઉડે છે અને તેનો અવાજ હેલિકોપ્ટરના અવાજ કરતાં ૧૦૦ ગણો ઓછો હોય છે. પેસેન્જર્સને આ વિમાન ન્યૂયોર્કથી લંડન ત્રણ કલાકમાં અને જોહાનિસબર્ગથી બેજિંગ નોન – સ્ટોપ સાડા ત્રણ કલાકમાં પહોંચાડશે. વિમાનમાં સેફ લેન્ડીંગ મિકેનિઝમ પણ રખાઈ છે જે એન્જિનમાં ખરાબી સર્જાય અથવા એન્જિન સંપૂર્ણપણે બંધ થાય તો પણ ખૂબ ઓછી જાનહાનિ થાય તે રીતે વિમાનને જમીન પર મેદાનમાં અથવા દરીયામાં સહીસલામત રીતે ઉતારશે.

કંપનીની વેબસાઈટ પર જણાવાયું છે કે તેમનો હેતુ કાર્બનનું શૂન્ય ઉત્સર્જન અને ૧૦૦ ટકા સ્યુટેબલ એવિએશન ફ્યુઅલ (SAF) પર આધારિત નેક્સ્ટ જનરેશન વિમાન વિક્સાવવાનું છે.
લીપ એરોસ્પેસના સ્થાપક ૩૭ વર્ષીય રેડ્ડીની અંદાજિત સંપતિ ૫૫ બિલિયન ડોલર છે. રેડ્ડીના જણાવ્યા મુજબ ટેક્નિકલ બાબતોના આધારે સોનિક બૂમનો અવાજ બંધ કરવા આ વિમાન પરંપરાગત અને નવા સાધનો એમ હાઈબ્રીડ સિસ્ટમનો ઉપયોગ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter