ન્યૂ જર્સીઃ મહાનગરમાં વસતાં ભારતીય મૂળના ડોક્ટર રિતેશ કાલરા સામે સનસનાટીભર્યા આરોપ લાગ્યા છે. 51 વર્ષીય ઇન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ પર 31,000થી વધુ હાઈ-ડોઝ ઓપીયોઇડ્સ માટે પ્રિસ્ક્રિપ્શન લખવાનો અને જાતીય સંબંધોના બદલામાં દવાઓ આપવાનો આરોપ છે. યુએસ પ્રોસિક્યુશન અનુસાર ડો. કાલરાએ તેમના ક્લિનિકને ‘પિલ મિલ’ એટલે કે ડ્રગ્સની દુકાનમાં રૂપાંતરિત કરી નાંખ્યું હતું. તેમણે 2019થી 2025 વચ્ચે ગેરકાયદે રીતે દવાઓ લખી હોવાનો આરોપ છે. કેટલાક કિસ્સાઓમાં તેમણે દર્દીઓને તેમની સાથે શારીરિક સંબંધો બાંધવાની શરતે જ હાઈ-ડોઝ ઓપીયોઇડ્સ અને કોડીન સીરપ આપ્યા હતા. ડો. કાલરા પર નકલી બિલિંગ કરીને ન્યૂજર્સી હેલ્થકેર સિસ્ટમ સાથે છેતરપિંડી કરવાનો પણ આરોપ છે.