ન્યૂ યોર્કઃ સિટીના મેયરપદની ચૂંટણીમાંથી વર્તમાન ડેમોક્રેટિક મેયર એરિક એડમ્સે 2023માં ભ્રષ્ટાચારના આરોપોને પગલે ઘટતી લોકપ્રિયતા ને ભંડોળની મર્યાદાને કારણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. એડમ્સ એક સમયે આફ્રિકન-અમેરિકન અને કામદાર વર્ગ પર મજબૂત પકડ ધરાવતા હતા, પણ ફેડરલ તપાસથી તેમની વિશ્વસનીયતાને ફટકો પડ્યો છે. એડમ્સ મેયર પદની રેસમાંથી ખસી જતાં 4 નવેમ્બરે યોજાનારી મેયર પદની ચૂંટણીમાં ભારતવંશી ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાની અને ટ્રમ્પનું અપ્રત્યક્ષ સમર્થન ધરાવતા એન્ડ્રુ કુઓમો વચ્ચે મુકાબલો થવા ધારણા છે.