ન્યૂ યોર્કથી લંડન વિમાન દ્વારા માત્ર કલાકમાં પહોંચાશે

Thursday 16th July 2015 05:49 EDT
 

બોસ્ટનઃ વિમાન દ્વારા ન્યૂ યોર્કથી લંડન માત્ર ત્રણ કલાકમાં પહોંચાય તેવી તૈયારીઓ ચાલી રહી છે. ભારતવંશી એન્જિનિયરો સહિતની એક ટીમ સુપરસોનિક લક્ઝરી વિમાન બનાવી રહી છે. બોસ્ટનસ્થિત સ્પાઇક એરોસ્પેસ કંપનીએ વર્ષ ૨૦૧૩માં એસ-૫૧૨ સુપરસોનિક વિમાન તૈયાર કર્યું હતું. તાજેતરમાં કંપનીએ વિમાનની ડિઝાઇનમાં થોડા ફેરફારની જાહેરાત કરી છે. કંપનીનો દાવો છે કે ડિઝાઇનમાં ફેરફારથી આ વિમાનની ઝડપમાં ઘણો વધારો થયો છે. એસ-૫૧૨ વિમાન હવે મહત્તમ કલાકના ૨,૨૦૫ કિલોમીટરની ઝડપે ઉડી શકે છે, જે અવાજ કરતાં ૧.૮ ગણી ઝડપ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter