ન્યૂ યોર્કના ગુજરાતી આરોગ્ય કમિશનર ડો. ચોક્સીને કોરોના

Tuesday 09th February 2021 14:24 EST
 

ન્યૂ યોર્ક: શહેરના ગુજરાતી આરોગ્ય કમિશનર ડોકટર દેવ ચોકસી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું તાજેતરમાં માધ્યમોમાં કહેવામાં આવ્યું હતું. તેમનામાં હળવા લક્ષણ જણાયા હતા. જાહેર આરોગ્યમાં નિષ્ણાત એવા ૩૯ વર્ષના ચોકસીને ગયા ઓગસ્ટમાં મેયર બિલ ડી બ્લાસિઓ દ્વારા કોરોના મહામારીનો પડકાર ઝીલવા મહત્ત્વની કામગીરી બજાવવા નિમવામાં આવ્યા હતા.
ન્યૂ યોર્ક શહેર અને આખા દેશમાં કોવિડ-૧૯ આપણા સમાજમાં પ્રસરી રહ્યો છે અને આપણામાં સૌ કોરોનાનો ભોગ બની શકે છે. એનો સૌથી મોટો દાખલો એ છે કે તાજેતરમાં મેં પણ ટેસ્ટ કરાવ્યો હતો અને કોવિડ પોઝિટિવ હોવાની જાણ થઇ હતી એમ ડોકટર ચોકસીને એક છાપામાં કહેતા ટાંકવામાં આવ્યા હતા. તબીબે તેમનો કોરોના મેનેજેબલ ગણાવતાં કહ્યું કે, ન્યૂ યોર્ક સિટીના ટેસ્ટ એન્ડ ટ્રેસ કોર્પ.ના સંપર્કમાં છું. જેને કોરોના થયો હોય તેમને આ કેન્દ્ર સારવાર આપે છે. એમ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ડોકટર ઓક્સિરિસ બારબોટે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપતા ડોકટર ચોકસીને ગયા ઓગસ્ટમાં શહેરના હેલ્થ એન્ડ મેન્ટલ હાઇજીન વિભાગના આરોગ્ય કમિશનર તરીકે નિમવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter