ન્યૂયોર્કઃ મહાનગર ન્યૂ યોર્કની સ્કૂલોમાં આ વર્ષે દિવાળીની રજા જાહેર કરાઇ હતી, જેને કારણે દિવાળી પર્વે તમામ સ્કૂલ બંધ રહી હતી. ન્યૂ યોર્ક મેયર ઓફિસના અધિકારીએ જણાવ્યું હતું કે આ દિવાળી ખાસ છે કેમ કે પ્રથમ વખત ન્યૂ યોર્કની શાળાઓમાં દિવાળી રજા જાહેર કરાઇ હતી. ન્યૂ યોર્કમાં અગાઉ ઇદની રજા જાહેર કરાઇ હતી, જેથી હિન્દુઓએ હિન્દુઓના ધાર્મિક તહેવારો દરમિયાન રજા આપવા માગ કરી હતી.