ન્યૂ યોર્કઃ શહેરમાં એક વ્યક્તિનું એમઆરઆઈ(મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ) મશીનમાં ખેંચાઈ જવાથી મૃત્યુ થયું છે. આ મોતે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. 61 વર્ષીય કીથ મેકએલિસ્ટર ગળામાં મેટલની મોટી ચેન પહેરી પહેરી હતી જેના લીધે મશીને ચુંબકીય બળના કારણે વૃદ્ધને અંદર ખેંચી લીધા હતા. લગભગ 9 કિલોની ચેન પહેરેલાં કીથ એમઆરઆઈ મશીનમાં પાસે ગયા કે તરત મશીનમાં ખેંચાઇ ગયા હતા. તેઓ લગભગ એક કલાક સુધી મશીનમાં અટવાયેલા રહ્યા હતા.
મૃતકના પત્નીએ જણાવ્યું કે ગયા અઠવાડિયે 23 જુલાઇએ તે પોતાનું સ્કેન કરાવવા માટે એમઆરઆઈ રૂમમાં ગઈ હતી. સ્કેન પછી તેણીએ પતિને અંદર બોલાવ્યો. તે રૂમમાં પ્રવેશતાંની સાથે જ તેના ગળામાં પહેરેલી ધાતુની ચેનથી મશીનમાં ખેંચાઈ ગયા હતા. આ વિચિત્ર દુર્ઘટનામાં કીથને ગંભીર ઈજા થતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા.