ન્યૂ યોર્કમાં ફરી એક વખત ગાંધી પ્રતિમાની તોડફોડ

Thursday 25th August 2022 06:47 EDT
 
 

ન્યૂ યોર્ક: મહાનગરમાં એક હિંદુ મંદિરની બહાર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરવાની ઘટનાથી ભારતીય સમુદાયમાં રોષનું મોજું ફરી વળ્યું છે. એક અહેવાલ મુજબ અજ્ઞાત લોકોએ હેટ ક્રાઈમ આચરતાં મૂર્તિને હથોડાથી તોડીને કદરૂપી કરી છે.
ગયા મંગળવારે બનેલી આ ઘટનાના વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ગાંધી પ્રતિમાને પહેલાં હથોડાથી ફટકારે છે અને તે પછી પ્રતિમાનું મસ્તક તોડીને તેને નીચે પાડી દે છે. થોડી મિનિટ પછી છ લોકોની એક ટીમ સ્થળ પર પહોંચે છે. પ્રતિમાને તોડી પાડતાં પહેલાં તેના પર હથોડા મારે છે.
સાઉથ રિચમન્ડ હીલ ખાતે તુલસી મંદિરના સંસ્થાપક લખરામ મહારાજે કહ્યું કે આ ઘટના પીડાકારક છે. બુધવારે સવારે અમને જાણ થઈ હતી કે ગાંધી પ્રતિમા કાટમાળ બની ચૂકી છે. તે સાથે જ મંદિરની સામે અને બ્લોકની નીચે એમ બે સ્થાને સ્પ્રે પેઇન્ટથી ‘Dog’ શબ્દ લખેલો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter