ન્યૂ યોર્કમાં બે આતંકી મહિલાની ધરપકડઃ

Friday 03rd April 2015 06:06 EDT
 

ન્યૂ યોર્કમાં ત્રાસવાદી સંસ્થા ISISથી પ્રેરિત બોમ્બ વિસ્ફોટ કરવાનું કથિત કાવતરું ઘડનારી બે મહિલાની ધરપકડ થઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૨૮ વર્ષીય નોએલ વેલેન્ટઝાસ અને ૩૧ વર્ષીય આસિયા સિદ્દીકી ન્યૂ યોર્કમાં કઈ જગ્યાએ વિસ્ફોટ કરવાના છે તેની ઓનલાઇન ચર્ચા કરતા હતા. પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. ક્વીન્સ ખાતે એક જ રૂમમાં રહેતી આ બન્ને મહિલાઓની આતંકવાદ વિરોધી દળે ધરપકડ કરી હતી.

અમેરિકામાં પાટીદાર મહિલાની સજા અંગે કાયદા પર ચર્ચાઃ અમેરિકામાં મૂળ ગુજરાતની ૩૩ વર્ષીય મહિલાને કન્યા ભ્રૂણ હત્યા બદલ તાજેતરમાં ૨૦ વર્ષની સખત સજા થઇ છે. પૂર્વી પટેલને થયેલી સજાથી સગર્ભા મહિલાઓની સુરક્ષા માટે બનાવેલા કાયદાનો પ્રોસિક્યુટર્સ ભ્રૂણ હત્યા બદલ મહિલાઓને ગુનેગાર સાબિત કરવા માટે કેવી રીતે ઉપયોગ કરે છે તે અંગે અમેરિકામાં ચર્ચા શરૂ થઇ છે. જોકે પૂર્વીના વકીલ સજાના ચુકાદાને સામે અપીલ કરશે ભ્રૂણહત્યા અથવા ભ્રૂણહત્યાનો પ્રયાસના આરોપમાં પકડાયેલી પૂર્વી અમેરિકામાં આવી પ્રથમ મહિલા નથી પરંતુ આવા કેસમાં કોઇ મહિલા સામે ભ્રૂણહત્યાનો આરોપ મુકાયો અને તેને દોષિત ઠરાવી તેને સજા કરાઈ હોવાનો પ્રથમ કેસ છે. પૂર્વી પટેલ ગ્રેન્જર, ઇન્ડિયાનામાં સ્થાયી થયેલા ભારતીય ઇમિગ્રન્ટ્સ પરિવારની છે. 

ભારતીય પ્રોફેસરને અમેરિકામાં એવોર્ડઃ વિદ્યાર્થીઓને વ્યાપાર સંસ્કૃતિની સમજણ આપવા ‘બાફા બાફા’ રમતનો પ્રયોગ કરનાર ભારતના વતની સહાયક પ્રોફેસરને તેમની આ નવીન પ્રકારની શૈલી માટે પ્રતિષ્ઠિત પેલ્ટિયર પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યાં છે. નોર્થ ડકોટા સ્ટેટ યુનિવર્સિટીમાં માર્કેટિંગના પ્રોફેસર રજની ગણેશ-પિલ્લઈને પોતાના વિદ્યાર્થીઓને સિદ્ધાંત આધારિત સમજણ અને ઉત્કૃષ્ટ વૈશ્વિક પરિપ્રેક્ષ્યનો પરિચય કરાવવાના તેમના પ્રયાસો માટે એવોર્ડ અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter