ન્યૂયોર્કના મેયર મમદાની ગરબે ઘૂમ્યા

Friday 30th October 2026 05:57 EDT
 
 

મહાનગર ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાની ક્વીન્સ સ્થિત ઓમ શક્તિ મંદિરે પહોંચ્યા હતા અને સ્થાનિક હિન્દુ સમુદાય સાથે મળીને નવરાત્રિ, દુર્ગાપૂજા અને વિજયાશદમીના તહેવારોની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે નફરત સામે એકસંપ થઇને લડવા અને પરસ્પર ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘આ અઠવાડિયે મને ક્વીન્સમાં રહેતા હિન્દુ ન્યૂયોર્કવાસીઓ સાથે મળીને નવરાત્રિ, દુર્ગાપૂજા અને વિજયાશદમી ઉજવવાનું સૌભાગ્ય મળ્યું. અમે ગરબા રમ્યા, આરતી કરી, સિંદૂર ખેલામાં ભાગ લીધો અને દેવી દુર્ગાની આરાધના કરી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter