પાંચ મિલિયન ડોલરની છેતરપિંડી બદલ ભારતવંશી એટર્નીની ધરપકડ

Friday 14th July 2023 13:34 EDT
 
 

ન્યૂ યોર્ક: ભારતવંશી એટર્ની અને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના પૂર્વ ઉમેદવારની ભારતમાં આવેલી કંપની સાથે 50 લાખ ડોલરથી વધુની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા અનુસાર 50 વર્ષના ભારતવંશી એટર્ની પર કલાયન્ટ ફંડનો ઉપયોગ વ્યકિત ખર્ચ માટે કરવાનો આરોપ છે. નોર્ધર્ન એન્ડોવરના અભિજિત દાસ ઉર્ફે બીજની બોસ્ટનમાં એક ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા 20 જૂને દોષિત ઠેરવવામાં આવ્યા પછી ધરપકડ કરવામાં આવી હતી.
તેની વિરુદ્ધ પોતાના ગ્રાહકોના ખાતામાંથી અન્ય ખાતામાં રકમ ટ્રાન્સફર કરી તેનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકન પ્રતિનિધિ મંડળના પૂર્વ ઉમેદવાર દાસની જૂન 2021માં ફેડરલ ઇલેક્શન કમ્પેઇન એક્ટનો ભંગ કરી અને ખોટું નિવેદન જારી કરવાના આરોપમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. દાસે એસ્ક્રો ફંડમાં 50 લાખ ડોલરથી વધુની રકમ પોતાના ગ્રાહકોના ખાતાઓમાંથી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter