પૂર્વ અમેરિકામાં બરફનું ભીષણ તોફાન

Friday 04th February 2022 06:11 EST
 
 

ન્યૂ યોર્ક: યુનાઇટડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પૂર્વ વિસ્તારોમાં બરફના તોફાનના કારણે જનજીવન ઠપ થઇ ગયું છે. બોસ્ટન અને ન્યૂ યોર્ક સહિતના શહેરોમાં અત્યારે બરફના ભારે તોફાનના કારણે સાત કરોડથી પણ વધુ લોકોની વસતી વીજકાપ સહન કરી રહી છે.
આ ઉપરાંત અહીંના મોટાં ભાગના વિસ્તારોમાં રસ્તાઓ પર બરફના મોટાં થર જામવાના કારણે પરિવહન સહિતની પાયાની સુવિધાઓ ઠપ થઇ છે. નેશનલ વેધર સર્વિસે અત્યારે પૂર્વ અમેરિકામાં એલર્ટ જારી કર્યું છે.
આ તોફાનની સૌથી વધુ અસર બોસ્ટન અને ન્યૂ યોર્ક જેવાં શહેરોમાં જોવા મળી રહી છે. નેશનલ વેધર સર્વિસ દ્વારા જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે બોમ્બ સાયકલોનના કારણે આ પરિસ્થિતિ સર્જાઇ છે.
શું છે બોમ્બ સાઇક્લોન?
હવામાન નિષ્ણાતોના તારણ પ્રમાણે જ્યારે પૃથ્વીની સપાટી નજીકની હવા જ્યારે વાયુમંડળમાં ઝડપથી ઉપર ઉઠે ત્યારે બોમ્બ સાયકલોન ઉદભવે છે. મેસેચ્યુસેટનાં કેટલાંક વિસ્તારોમાં ત્રણ ફૂટ સુધીની બરફવર્ષા થઇ છે. જેનાં કારણે ત્યાં ૧,૧૭,૦૦૦ ઘરોમાં વીજસેવા ખોરવાઇ ગઇ છે.
અત્યારે ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને બોસ્ટન સહિતના શહેરોમાં રહેલાં લોકોને ઘરની બહાર ન નીકળવા ચેતવણી આપવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter