વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જો બાઈડેન (82) હાલમાં પ્રોસ્ટેટ કેન્સરથી પીડાઈ રહ્યા છે. તાજેતરમાં તેમને પેશાબ સંબંધિત સમસ્યાઓ થઈ જેના પછી તેમણે તપાસ કરાવી હતી. આ દરમિયાન તેમના પ્રોસ્ટેટમાં એક ગાંઠ જણાઇ છે. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે કેન્સર હાડકાં સુધી ફેલાઈ ગયું છે. તે ચોથા સ્ટેજ પર છે. ડોક્ટરોનું કહેવું છે કે આ બીમારી આક્રમક બની ગઈ છે, પરંતુ તે હોર્મોન સેન્સેટિવ છે, તેથી તેનો ઉપચાર કરી શકાય છે.