વોશિંગ્ટનઃ કેલિફોર્નિયા સ્ટેટ આર્કાડિયા શહેરના પૂર્વ મેયર ઈલીન વાંગે ચીનની સરકારના કહેવાથી જાસૂસીનો અને તેના સમર્થનમાં પ્રચારનો આરોપ સ્વીકારી લીધો છે. વર્ષ 2022માં મેયર તરીકે ચૂંટાયેલી વાંગે આ આરોપો જાહેર થયા બાદ દબાણમાં આવીને રાજીનામું આપ્યું હતું. આ કેસ 2020-22નો છે, જ્યારે અમેરિકામાં બાઈડન સરકાર હતી. વાંગ પર ન્યૂઝ વેબસાઇટ દ્વારા યુએસમાં ચીન તરફી માહોલ ઊભો કરવાનો આરોપ છે. એફબીઆઈના મતે, વાંગ ચીનની સરકારના ઈશારે સામગ્રી પોસ્ટ કરતી હતી અને ચાઈનીઝ મેસેજિંગ એપ ‘વી-ચેટ’ દ્વારા હેન્ડલર્સના સંપર્કમાં હતી. એફબીઆઈ ચીફ કાશ પટેલે પણ પુષ્ટિ કરી છે કે વાંગે ગેરકાયદે વિદેશી એજન્ટ તરીકે કામ કરવાનો ગુનો કબૂલ્યો છે.


