પેલેસ્ટાઇનના સમર્થનમાં દેખાવો બદલ ભારતવંશી વિદ્યાર્થિનીની ધરપકડ

Thursday 02nd May 2024 10:57 EDT
 
 

વોશિંગ્ટનઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર જોવા મળી રહ્યો છે. તે મુદ્દે અમેરિકાના વિવિધ વિસ્તારોમાં વિરોધ દેખાવો થઈ રહ્યા છે. તે દરમિયાન અમેરિકાની જાણીતી પ્રિન્સટન યુનિવર્સિટીમાં ભણી રહેલી ભારતવંશી વિદ્યાર્થિની અચિંત્ય શિવલિંગમની કોલેજ સંકુલમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં વિરોધ દેખાવો કરવા બદલ ધરપકડ કરાઇ છે. પ્રિન્સટન એલ્યુમની વીકલીના જણાવ્યા મુજબ કોલેજ સંકુલમાં તંબુ લગાવીને વિરોધ કરવા બદલ અચિંત્ય શિવલિંગમની ધરપકડ કરાઇ છે. અચિંત્ય શિવલિંગમ્ સાથે હસન સૈયદ નામના વિદ્યાર્થીની પણ ધરપકડ કરાઇ છે. યુનિવર્સિટીના પ્રવકતાએ અતિક્રમણના આરોપસર સ્નાતકના બે વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter