પ્રથમ ભારતીય અમેરિકન USAID મિશન ડિરેક્ટર તરીકે વીણા રેડ્ડીના શપથ

Wednesday 28th July 2021 03:18 EDT
 
 

વોશિંગ્ટનઃ યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટે ૨૬ જુલાઈએ જાહેરાત કરી હતી કે વીણા રેડ્ડીએ પ્રથમભારતીય અમેરિકન તરીકે તેમના મિશન ડિરેક્ટરના હોદ્દે શપથ લીધા હતા. USAIDએ ટ્વિટ કર્યું હતું કે તેઓ બન્ને દેશોની શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરશે અને તેમનો હેતુ વીણા રેડ્ડીના અનુભવ અને નેતૃત્વની મદદથી ભારત – અમેરિકા વિકાસ ભાગીદારીને વેગ આપવાનો છે. 
અમેરિકા ખાતેના ભારતના રાજદૂત તરણજીતસિંઘ સંધુએ ટ્વિટ કરીને વીણા રેડ્ડીને શુભેચ્છા પાઠવી હતી.
સંસ્થા સાથે ફોરેન સર્વિસ ઓફિસર તરીકે સંકળાયેલા રેડ્ડી USAID/કંબોડિયાના મિશન ડિરેક્ટર છે.
સરકારી જોબ અગાઉ તેઓ ન્યૂયોર્કમાં રોજર્સ એન્ડ વેલ્સ, એકિન ગ્રૂપ સ્ટ્રોસ હોઝર અને લંડન તથા લોસ એન્જલસમાં ફેલ્ડના કોર્પોરેટ એટર્ની હતા.
રેડ્ડીએ કોલમ્બિયા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોના જ્યૂરીસ ડોક્ટરેટ અને યુનિવર્સિટી ઓફ શિકાગોમાંથી એમએ અને બીએ કર્યું છે. તેઓ ન્યૂ યોર્ક અને કેલિફોર્નિયા બારના સભ્ય છે.
તેઓ ઓગસ્ટ ૨૦૧૭માં કંબોડિયા ગયા હતા અને હાલ તેઓ ૭૫ના સ્ટાફની દેખરેખ રાખે છે અને ફૂડ સિક્યુરિટી, હેલ્થ, એજ્યુકેશન, પર્યાવરણ અને લોકશાહીના ક્ષેત્રે USAID/ની યોજનાઓ સંભાળે છે.
તેમણે હૈતીમાં ડેપ્યૂટી મિશન ડિરેક્ટર તરીકે કામગીરી કરી છે. ત્યાં તેમણે ભૂકંપ પછી નવનિર્માણના પ્રયાસો, ચૂંટણીમાં સપોર્ટ, આર્થિક વિકાસ, ફૂડ સિક્યુરિટી અને નવી વ્યૂહનીતિ વિક્સાવવાની બાબત સંભાળી હતી.
આ હો્દા પહેલા રેડ્ડી વોશિંગ્ટનમાં આસિસ્ટન્ટ જનરલ કાઉન્સેલ તરીકે ફરજ બજાવી હતી.તેમણે અગાઉ પાકિસ્તાન, સેન્ટ્રલ એશિયન રિપબ્લિક્સ અને સેન્ટ્રલ અમેરિકાના USAID મિશનોમાં ફરજ બજાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter