પ્રમુખ ટ્રમ્પ સામે મહાભિયોગની પ્રક્રિયાનો પ્રારંભ

Wednesday 22nd January 2020 06:31 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના ૪૫મા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેની ઐતિહાસિક મહાભિયોગ પ્રક્રિયાનો અમેરિકી સંસદના ઉપલા ગૃહ સેનેટમાં ૧૭મી જાન્યુઆરીથી પ્રારંભ થયો હતો. મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરતાં સેનેટના સાંસદોએ ટ્રમ્પને મહાભિયોગમાં દોષિત ઠેરવવા કે નહીં તેનો નિર્ણય કોઇ પણ પ્રકારના પક્ષપાત વિના લેવાના શપથ લીધા હતા. અમેરિકાના ઇતિહાસમાં ત્રીજી વાર સેનેટ ચેમ્બર મહાભિયોગની પ્રક્રિયાની અદાલતમાં તબદીલ કરાઇ છે. મહાભિયોગની આખી પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટિસ જ્હોન રોબર્ટ્સના નેજા હેળ ચાલશે. ચિફ જસ્ટિસ રોબર્ટ્સે ગૃહમાં હાજર ૯૯ સેનેટરોને પક્ષપાત વિના નિર્ણય કરવાના શપથ લેવડાવ્યા હતા. એક સેનેટર આ સમયે ગૃહમાં ગેરહાજર હતા. તમામ ૯૯ સેનેટરે જમણો હાથ ઊંચો કરીને શપથ લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter