પ્રમુખ બાઇડેન ડ્રગ્સ લે છે’ઃ ટ્રમ્પનો આંચકાજનક આક્ષેપ

Thursday 11th April 2024 11:00 EDT
 
 

નવી દિલ્હીઃ અમેરિકાના પૂર્વ પ્રમુખ અને આ વખતની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટ પ્રમુખ જો બાયડેનના રિપબ્લિકન પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ બાયડેન ઉપર આંચકાજનક આક્ષેપ કરતાં કહ્યું હતું કે પ્રમુખ જો બાઇડેને ‘સ્ટેટ ઓફ યુનિયન’ના ગયા મહિને કરેલા પ્રવચન સમયે ડ્રગ લીધું હતું. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ સાથેની ડિબેટ પૂર્વે તેઓનો ડ્રગ-ટેસ્ટ અનિવાર્યપણે કરવો જોઈએ.

એક કન્ઝર્વેટિવ રેડિયો શો દરમિયાન ટ્રમ્પે હોસ્ટ હ્યુજ હેવીટને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘કોઈ સફેદ પદાર્થ’ વ્હાઈટ હાઉસમાં હતો તેમ જાણવા મળ્યું છે. તે કોકેઈન કે તેવું કશું હશે પરંતુ તે વિશે હું કશું કહી શકું તેમ નથી, પરંતુ મારું અનુમાન છે કે, ત્યાં કશું થઈ રહ્યું છે. મેં તે શો જોયો છે. તેમનું ‘સ્ટેટ ઓફ યુનિયન એડ્રેસ’ પણ ટીવી ઉપર જોયું છે. ત્યારે પહેલાં તો તેઓ પૂરેપૂરા અક્કડ હતા, પરંતુ પછીથી ઝડપબંધ વિલાતા ગયા કશુંક કંઈ થઈ રહ્યું છે તે ચોક્કસ છે.




to the free, weekly Gujarat Samachar email newsletter