પ્રમુખદપદની ચૂંટણીમાં નિકી હેલી બાદ હવે વિકી રામાસ્વામીની એન્ટ્રી

Monday 06th March 2023 12:01 EST
 
 

વોશિંગ્ટનઃ ભારતીય-અમેરિકન ટેક ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીએ આવતા વર્ષે યોજાનારી અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે. આમ નિકી હેલી પછી આ ચૂંટણીમાં ઝંપલાવનાર વધુ એક ભારતીય મૂળની વ્યક્તિ બન્યા છે. તેમણે પણ ચીન પરનું અવલંબન ઘટાડવા પર ભાર મૂક્યો છે.
37 વર્ષના રામાસ્વામીના માતાપિતા કેરળથી અમેરિકા આવ્યા હતા. તેઓ ઓહિયોમાં જનરલ ઇલેક્ટ્રિકના પ્લાન્ટમાં કામ કરતા હતા. રામાસ્વામીએ રુઢિચુસ્ત રાજકીય વિવેચક ટકર કાર્લસનના શોમાં પ્રમુખપદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેઓ રિપબ્લિકન પ્રાયમરી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં દાવેદારી નોંધાવનારા ભારતીય મૂળના બીજી વ્યક્તિ બન્યા છે.
આ અગાઉ સાઉથ કેરોલિનાના ગવર્નર અને યુએનમાં ભૂતપૂર્વ અમેરિકન રાજદૂત નિકી હેલીએ દાવેદારી નોંધાવી હતી. તેમણે પોતાના ભૂતપૂર્વ બોસ અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે દાવેદારી નોંધાવી છે. બીજી પેઢીના ભારતીય અમેરિકન સાયન્ટિસ્ટ રામાસ્વામીએ 2014માં રોવિયન્ટ સાયન્સીઝની સ્થાપના કરી હતી. તેના પછી 2015 અને 2016ના રોજ સૌથી મોટા આઇપીઓની આગેવાની લીધી હતી. તેમણે અન્ય સફળ હેલ્થકેર અને બાયોટેકનોલોજી કંપનીઓની પણ સ્થાપના કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter