વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં વિક્રમ મત મેળવીને ૪૬મા રાષ્ટ્રપ્રમુખ બનવા જઇ રહેલાં જો બાઇડેનના પત્ની જિલ બાઇડેન પણ દેશના ફર્સ્ટ લેડીના સ્વરૂપે એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. ૬૯ વર્ષના ડોક્ટર જિલ બાઇડેન વ્યવસાયથી એક ટીચર છે અને તેમની પાસે ચાર ડિગ્રીઓ છે. વ્હાઇટ હાઉસમાં ફર્સ્ટ લેડી તરીકેની પોતાની જવાબદારીઓ નિભાવવાની સાથોસાથ બહાર શિક્ષણ આપવાનું કામ પણ જાળવી રાખશે. અમેરિકાના ૨૩૧ વર્ષના ઇતિહાસમાં જિલ એવી પ્રથમ ફર્સ્ટ લેડી હશે કે જે વ્હાઇટ હાઉસની બહાર જઇને કામ કરી પગાર મેળવશે.