ફિલાડેલ્ફિયામાં પિઝા ડિલિવરી કરવા ગયેલા ભારતીય યુવકની હત્યા

Thursday 11th June 2026 05:39 EDT
 
 

વોશિંગ્ટનઃ પિઝા ડિલિવરી કરવા ગયેલા હૈદરાબાદના 28 વર્ષીય યુવક અંશુલ કુંચાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. હૈદરાબાદ નજીકના ગુંડલાપોચમપલ્લીમાં રહેતા પીડિત પરિવારે કહ્યું કે આ ઘટના 5 જૂને ફિલાડેલ્ફિયામાં ઘટી હતી. અંશુલને અડધી રાત્રે એક સુમસામ વિસ્તારમાં પિઝા ડિલિવરી કરવા માટે બોલાવાયો હતો. તેમના મતે, આ એક પૂર્વઆયોજિત જાળ હતી, જેનો હેતુ માત્ર તેની હત્યા કરવાનો જ હતો. ઘટનાસ્થળે કાળો માસ્ક પહેરી આવેલા બે હથિયારધારી શખ્સોએ અંશુલના માથામાં ત્રણ ગોળીઓ મારી હતી. ચાર વર્ષ પહેલાં એમબીએ કરવા અમેરિકા ગયેલો અંશુલ એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો અને વધારાની આવક માટે વીકેન્ડમાં પિઝા ડિલિવરી કરતો હતો. મૃતક યુવાનની બહેન તન્વીએ રડતાં અન્ય વાલીઓને અપીલ કરી કે, મારો ભાઈ ખુશમિજાજ હતો અને અમેરિકા જવા નહોતો માંગતો. અમે જ તેને મોકલ્યો અને આજે આ હાલત થઈ. માતા-પિતા પોતાના સંતાનોને અમેરિકા ન મોકલે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter