ફોર્બ્સની Next 1000ની યાદીમાં ભારતીય અમેરિકન આંત્રપ્રિન્યોર્સ સામેલ

Wednesday 20th October 2021 06:56 EDT
 
 

સાન ફ્રાન્સિસ્કોઃ ફોર્બ્સ મેગેઝિનના  લિસ્ટના ભાગરૂપે દેશના ઘણાં ભારતીય અમેરિકન અને સાઉથ એશિયન અમેરિકન બિઝનેસ હેડનું સન્માન કરાયું હતું.  
મેગેઝિને નોંધ્યું હતું કે  નાના બિઝનેસીસની દ્રષ્ટિએ અમેરિકા સમૃદ્ધ છે. આ એંત્રપ્રિન્યોરલ હિરોઝને રોશનીમાં લાવવા માટે ફોર્બ્સ દ્વારા Next 1000ની યાદી તૈયાર કરાઈ હતી. ટેક્સાસના ઓસ્ટિનના ૩૫ વર્ષીય નીતિન અગ્રવાલ હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુશન્સ માટે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ સપોર્ટ સર્વિસીસ પૂરી પાડતી એડટેક કંપની ઈન્ટરસ્ટ્રાઈડના સહ સ્થાપક અને સીઈઓ છે.  
ન્યૂ યોર્કના ૩૮ વર્ષીય અનિતા ચેટરજી A-Game Public Relations ના સહ સ્થાપક છે. તેમના ક્લાયન્ટ્સમાં ક્લાસપાસના પાયલ કડકિયા, ગ્રેમી વિજેતા મ્યુઝિશિયન ને - યો અને CAVU વેન્ચર પાર્ટનર્સનો સમાવેશ થાય છે. ચેટરજીનું મિશન મહિલાઓ અને માઈનોરિટી સ્થાપકોની ગરિમા વધારવાનો અને દુનિયાના ટોચના મીડિયા આઉટલેટ્સમાં તેમની સફળતાની ગાથા કહેવાય તે સુનિશ્ચિત કરવાનું છે.      
ન્યૂ જર્સીની જર્સી સીટીના ૩૦ વર્ષીય રાશિ અરોરા કડલીટેઈલ્સના સ્થાપક છે. ૨૦૨૦માં સ્થાપાયેલી આ સંસ્થા પ્રાણી પાળતા લોકોની કોમ્યુનિટી બનાવવામાં મદદ કરે છે. સંસ્થાએ ફંડિગ દ્વારા ૧૫૬,૦૦૦ ડોલર એકત્ર કર્યા છે.
ન્યૂ યોર્કના સ્કાર્સડેલના ૫૩ વર્ષીય અરશદ બહલ અમૃતા હેલ્થ ફૂડ્સના સ્થાપક છે. તે પ્લાન્ટ આધારિત પ્રોટિન સ્નેક્સ બનાવે છે, જે એલર્જન્સ વિનાના હોય છે. તેના ૧૦૦,૦૦૦થી વધુ ગ્રાહકો છે.
કેલિફોર્નિયાના મિશન વૈજોના ૩૮ વર્ષીય અમી ભણસાળી Whole Foods, H – E – B અને અન્યો દ્વારા ઉપલબ્ધ સ્પેશિયલ ઓર્ગેનિક ટી બ્રાન્ડ ચાય ડાયરીઝના સ્થાપક છે. ૨૦૨૦માં કંપનીએ કોરોના મહામારી છતાં તેની આવક બમણી કરી હતી.
ફ્લોરિડાના ટેમ્પાના ૪૬ વર્ષીય વિકાસ ભાટિયા જસ્ટપ્રોટેક્ટના સ્થાપક છે. તે સોફ્ટવેર પ્લેટફોર્મ પૂરું પાડીને કંપનીઓને તેમનો ડેટા સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.  
પેન્સિલ્વેનિયાના ઈસ્ટનના ૪૬ વર્ષીય રોબિન બંસલ બંસી હોલ્ડિંગ્સના સહ સ્થાપક છે. તેઓ ૧૫૦થી વધુ કર્મચારીઓ સાથે પામ બીચ ટાન, હેન્ડ એન્ડ સ્ટોન, પ્લેટોસ ક્લોસેટ અને સ્ટાઈલ એન્કરના ફ્રેન્ચાઈઝી તરીકે ૧૫ રિટેઈલ લોકેશનની માલિક છે.
મેસેચ્યુસેટ્સના બોસ્ટનના ૨૪ વર્ષીય અંશ ભામ્મર ફોરેગરવનના સહ સ્થાપક છે. કો - સીઈઓ ભામ્ર અને યશ જૈન તથા માઈકલ અશ્મેદ તથા નીતિન કુમારે જહોન્સ હોપકિન્સ ડૂમ – રુમ સ્ટાર્ટઇપ તરીકે તેની શરૂઆત કરી હતી.વર્જિનિયાના લીસબર્ગના ૩૮ વર્ષીય રવનીત ધાલીવાલ નાઈટ વો સ્પેશિયલાઈઝ્ડ અરજન્ટ કેરના સહ સ્થાપક છે. તે અરજન્ટ સર્વિસીસ, ક્વોલિટી ટ્રીટમેન્ટ પૂરી પાડે છે. કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોના ૨૪ વર્ષીય અક્ષય દિનકર ટેન્જીબલ ટેલીપોર્ટેશનના સ્થાપક છે. વોશિંગ્ટનના રેડમન્ડના ૪૯ વર્ષીય રીતુ ગુપ્તા સર્કલ્ડના સ્થાપક છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter