ફ્રેંચ બ્રુઅરીને શિવા બીયર પાછો ખેંચવા અને માફી માગવા હિંદુઓનો અનુરોધ

Tuesday 06th April 2021 15:00 EDT
 
 

નેવાડાઃ વ્યથિત હિંદુઓએ ગ્રેનેડ સર ગેરોન (ઓસ્સિટેઈન,ફ્રાન્સ) સ્થિત બ્રુઅરી બ્રાઝેરી દ ગોબોલેટને માફી માગવા અને હિંદુ દેવતાના નામના અને તેમની તસવીર દર્શાવતા શિવા બીયરને ખૂબ અયોગ્ય ગણાવીને તેને માર્કેટમાંથી પાછો ખેંચી લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં એક અમેરિકન એક્ટિવિસ્ટ હિંદુ ગ્રૂપે આગામી એનિમેશન ટેલિવિઝન સીરીઝ રેકર્ડ ઓફ રેગ્નારોકમાં ભગવાન શિવનો ખોટી રીતે ઉપયોગ ન કરવા અને તેમનું મહત્ત્વ ઓછું ન કરવા વોર્નર બ્રધર્સને અનુરોધ કર્યો હતો.

હિંદુ રાજનેતા રાજન ઝેડે નેવાડા (અમેરિકા)માં એક નિવેદનમાં જણાવ્યું હતું કે હિંદુ ધર્મગ્રંથો અથવા દેવી-દેવતાઓ અથવા પ્રતીકોનો ઉપયોગ કોમર્શિયલ અથવા અન્ય હેતુસર થાય તે યોગ્ય નથી કારણ કે તેનાથી હિંદુઓની લાગણી દુભાય છે.

યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રેસિડેન્ટ રાજન ઝેડે જણાવ્યું હતું કે હિંદુ ધર્મમાં ભગવાન શિવ પૂજનીય છે અને મંદિરો અને ઘરોમાં તેમની પૂજા કરવાની હોય, તેમની તસવીરનો ઉપયોગ બીયરના માર્કેટિંગમાં અથવા બીયરની બોટલને સજાવવા માટે કરી શકાય નહીં. વધુમાં, આલ્કોહોલિક પીણાને દેવતા સાથે જોડવું અપમાનજનક છે.

શિવા બીયરને હોપી બીયર ગણવામાં આવ્યો હતો. ગ્રેનેડ સર ગેરોન (ઓસ્સિટેઈન,ફ્રાન્સ)ની રચના ૨૦૧૮માં થઈ હતી. તેનું સૂત્ર ટેસ્ટ, એન્જોય, બી ડિલાઈટેડ સાદો. સ્વાદિષ્ટ અને સુગંધીદાર બીયરનો દાવો કરે છે.

હિંદુ ધર્મમાં વિશ્વના સૌથી પ્રાચીન અને જાણીતા ઋગ્વેદ સહિતના વેદો હિંદુ ધર્મનો પાયો છે. બીયર વેચવા માટે વેદોનો ઉપયોગ કરવો ખૂબ અસંવેદનશીલ છે. હિંદુ ધર્મ સૌથી પ્રાચીન ધર્મો પૈકીનો એક ધર્મ છે અને વિશ્વભરમાં તેના ૧.૧ બિલિયન જેટલા અનુયાયી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter