વોશિંગ્ટનઃ ફ્લોરિડામાં વધુ પડતા બળપ્રયોગની એક ઘટનામાં ખોટા એપાર્ટમેન્ટમાં પ્રવેશીને અશ્વેત એરમેનની પોલીસે હત્યા કરી નાખી છે. શેરીફના ડેપ્યુટી ખોટા એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યા હતા અને તેમણે એરફોર્સના અધિકારીને ઠાર માર્યો હતો. નાગરિક અધિકાર વકીલ બેન ક્રમ્પ જેઓ આ પહેલા પણ અન્ય આફ્રિકન અમેરિકન લોકોના કેસ લડી ચૂક્યા છે તેમણે ત્રીજી મેના રોજ થયેલા રોજર ફોર્ટસનના મોતની સંપૂર્ણ તપાસની માગ કરી છે. શેરિફ એરિક એડને જણાવ્યું હતું કે, શૂટિંગની ઘટના સર્જાઈ ત્યારે તેમના ડેપ્યુટી અધિકારી ડિસ્ટર્બન્સની મળેલી ફરિયાદના અનુસંધાનમાં તપાસ માટે ગયા હતા.