વોશિંગ્ટનઃ હોલિવૂડના પોપ્યુલર એક્ટર જોની ડેપે પોતાની પૂર્વ પત્ની સામે માનહાનિનો કેસ જીતી લીધો છે. એક જ્યૂરીએ જોની ડેપની પૂર્વ પત્ની અને અભિનેત્રી એમ્બર હર્ડની સામે માનહાનિના કેસમાં ડેપના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. હર્ડે દાવો કર્યો હતો કે, ડેપે પોતાના લગ્ન પહેલા અને લગ્ન બાદ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. જ્યૂરીએ હર્ડની રજૂઆત પણ સાંભળી હતી, જેમાં કહ્યું હતું કે ડેપના વકીલે તેમને બદનામ કર્યો હતો અને તેમના ગેરવર્તનના આરોપોને છેતરપિંડી ગણાવી હતી. વર્જીનિયામાં સાત સદસ્યની જ્યૂરીએ કહ્યું કે, ડેપને નુકસાની તરીકે 1.50 કરોડ ડોલર વળતર આપવું જોઈએ જ્યારે હર્ડને 20 લાખ ડોલર મળવા જોઈએ. ડેપે ડિસેમ્બર 2018માં ફેયરફેક્સ કાઉન્ટી સર્કિટ કોર્ટમાં આ કેસ દાખલ કર્યો હતો. તેમણે વોશિંગ્ટન પોસ્ટમાં હર્ડના એક લેખના લઈને કેસ કર્યો હતો.