બસ, હવે બહુ થયુંઃ હથિયારો પર પ્રતિબંધ મૂકો

Friday 10th June 2022 16:58 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં ગોળીબારની વધતી ઘટનાઓ અંગે પ્રમુખ જો બાઇડેને ગયા શુક્રવારે વ્હાઇટ હાઉસમાં અમેરિકી કોંગ્રેસને સંબોધન કર્યું. તેમણે અમેરિકી સંસદને હથિયારો પર પ્રતિબંધ મૂકવા, ખરીદતા પહેલાં બેકગ્રાઉન્ડની તપાસને નક્કર કરવા અને અસરકારક બંદૂક નિયંત્રણ ઉપાયોને લાગુ કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હવે શસ્ત્રો પર પ્રતિબંધ મૂકવાનો સમય આવી ગયો છે. 2004માં રિપબ્લિકન પાર્ટીના કાર્યકાળ દરમિયાન આ કાયદો રદ કરી હથિયાર વેચવાની મંજૂરી આપવામાં આવી હતી.
ન્યૂઝીલેન્ડના વડા પ્રધાનની સલાહ માંગી
બાઇડેને આ મુદ્દે ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડેન પાસેથી સલાહ માંગી છે. વર્ષ 2019માં ક્રાઈસ્ટચર્ચમાં મુસ્લિનોને નિશાન બનાવવામાં આવ્યા તે પછી ત્યાંની સરકારે કડક પગલાં લીધાં હતા. ન્યૂઝીલેન્ડે તે સમયે સૈન્ય વાપરતું હોય તેવી રાઈફલના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સાથે સાથે જ સરકારે રાઈફલ્સ પુનઃ ખરીદી લેવાનું પણ શરૂ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter