બાઇડેન સામે મહાભિયોગ તપાસને મંજૂરી

Friday 22nd December 2023 09:16 EST
 
 

વોશિંગ્ટન: યુએસના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રિપબ્લિકન પક્ષના તમામ સભ્યોએ એક થઈ મતદાન કરી પ્રમુખ જો બાઈડેન સામે ઈમ્પિચમેન્ટ ઈન્કવાયરી એટલે કે મહાભિયોગ તપાસ યોજવાની દરખાસ્તને મંજૂરી આપી છે. ઈમ્પિચમેન્ટ પ્રક્રિયા બાદ સેનેટ ટ્રાયલમાં કસૂરવાર પૂરવાર થાય તો બાઇડેન પ્રમુખપદ ગુમાવશે. જોકે, તપાસ દરમિયાન પ્રમુખ જો બાઈડેને ગેરરીતિ આચર્યાનો કોઈ પુરાવો સાંપડ્યો નથી.
પોતાની સામે ઇમ્પિચમેન્ટની કાર્યવાહીના પ્રયાસો બાબતે બાઇડેને નિવેદન બહાર પાડી તેમની તથા તેમના પરિવાર સામે તપાસને અગ્રક્રમ આપવાની રિપબ્લિકન્સના વલણ સામે સવાલ કરતાં જણાવ્યું હતું કે અમેરિકનોના જીવનને બહેતર બનાવે તેવા કામ કરવાને બદલે તેઓ મારા પર જુઠ્ઠાણાંના હુમલા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેઓ આ પાયાવિહોણાં રાજકીય સ્ટન્ટ કરી તેમનો સમય બગાડી રહ્યા છે. મહિનાઓ લાંબી આ મહાભિયોગ તપાસ 2024માં પણ ચાલુ રહેશે અને બાઇડેન જ્યારે ટ્રમ્પ સામે પ્રમુખપદની ચૂંટણી લડશે ત્યારે તેઓ પણ ટ્રમ્પની સમાન બની રહેશે. ટ્રમ્પ સામે તેમની પ્રમુખપદની મુદત દરમિયાન બે વાર મહાભિયોગ તપાસ થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter