બાલ્ટિમોરમાં ભારતીય સોફ્ટવેર એન્જિનિયરની હત્યા

Friday 01st July 2022 08:54 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના મેરીલેન્ડ સ્ટેટના બાલ્ટિમોર શહેરમાં મૂળ ભારતના તેલંગણના નાલગોંડા જિલ્લાના વતની 25 વર્ષીય સાંઈ ચરણ નક્કાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવાન પાછલા બે વર્ષથી બોલ્ટિમોરમાં એક સોફ્ટવેર કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. તે પોતાના મિત્રને એરપોર્ટ પર ડ્રોપ કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના નોંધાઈ હતી. અહેવાલો અનુસાર, સાંઈ ચરણ નક્કા ઘાયલ અવસ્થામાં તેની એસયુવી કારમાંથી મળી આવ્યો હતો. તેના માથામાં ગોળી વાગેલી હતી, અને જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. સાંઇને તરત જ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ આર. એડમ્સ કાઉલી શોક ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં થોડા સમય બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter