બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટનાઃ જાતિવાદી કાર્ટૂનમાં હાંસી ઉડાવાઇ

Saturday 06th April 2024 09:32 EDT
 
 

બાલ્ટીમોરઃ એક તરફ ભારતીય ક્રૂની સમયસૂચકતાની રાષ્ટ્રપતિ જો બાઇડેન સહિતના લોકો પ્રશંસા કરે છે ત્યારે બીજી તરફ, એક અમેરિકન કંપની ફોક્સફોર્ડ કોમિક્સે ભારતીય ક્રૂનું એક વાંધાજનક કાર્ટૂન શેર કર્યું છે. આ જાતિવાદી કાર્ટૂનમાં ભારતીય ક્રૂ મેમ્બરોને માત્ર લંગોટ પહેરેલા બતાવાયા વામાં આવ્યા છે, તેઓ આવનારા ભયથી ચિંતિત દેખાય છે. કાર્ટૂનમાં એક ઓડિયો પણ જોડાયો છે,  જેમાં કેટલાક લોકો ભારતીય બોલીમાં અપશબ્દો કહેતા સાંભળવા મળે છે. ફોક્સફોર્ડ કોમિક્સે સોશિયલ મીડિયા પ૨ કાર્ટૂન શેર કર્યું, જેમાં લખ્યું હતુંઃ ‘પુલ સાથે ટકરાતાં પહેલાં ડાલી જહાજનું રેકોર્ડિંગ.’ કાર્ટૂનના બેકગ્રાઉન્ડમાં એક જહાજ ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ સાથે અથડાઈ રહ્યું છે અને પુલ તૂટી રહ્યો દેખાય છે. આ કાર્ટૂન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાઇરલ થઈ રહ્યું છે. 40 લાખથી વધુ લોકોએ એને જોયું છે, જ્યારે ચાર લાખથી વધુ લોકોએ એને રિ-ટ્વિટ કર્યું છે. જોકે, આ કાર્ટૂનની ભારે ટીકા થઈ રહી છે. ભારતીય ઈકોનોમિસ્ટ સંજીવ સાન્યાલે કાર્ટૂન શેર કર્યું અને લખ્યું, ‘જહાજ ચલાવનારા કેપ્ટન ભારતીય નહીં, પરંતુ બાલ્ટીમોર વિસ્તારનો હતો. ક્રૂએ પહેલાંથી જ અધિકારીઓને જોખમની જાણ કરી દીધી હતી, જેના કારણે ઘણા લોકોના જીવ બચાવી શકાયા હતા. મેરિલેન્ડના મેયરે આ માટે ભારતીય ક્રૂને હીરો પણ કહ્યા છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter