ન્યૂ યોર્ક: અમેરિકાની ફેડરલ કોર્ટે ઓકલાહોમાના એડમન્ડમાં રહેતા 31 વર્ષના ભારતીય સાઇ કુમાર કુરરેમુલાને અનેક બાળકોના યૌન શોષણમાં દોષિત ઠરાવીને 35 વર્ષ કેદની સજા સંભળાવી છે. સાઇ કુમાર પર આરોપ છે કે તે સોશિયલ મીડિયા એપ મારફત પોતાની ઓળખ ટીનેજર તરીકે આપીને ટીનેજર છોકરા-છોકરીઓ સાથે દોસ્તી કરતો હતો. તેમનો વિશ્વાસ હાંસલ કર્યા બાદ તે આ તરુણોને ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલી તસવીરો આપવાનું કહેતો હતો, અને જ્યારે તેઓ ઈનકાર કરતાં તેમને ધમકી આપતો હતો. એટોર્ની રોબર્ટ ટ્રોસ્ટરે જણાવ્યું હતું કે ભારતીય સાઇ કુમાર કુરરેમુલાને ત્રણ બાળકોનું યૌન શોષણ કરવા તથા ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલી સામગ્રી રાખવાના અપરાધ બદલ 35 વર્ષ કેદની સજા સંભળાવાઇ છે. તે ઈમિગ્રાન્ટ વિઝા પર ઓકલાહોમાના એડમન્ડમાં રહેતો હતો.