બિલ ગેટ્સે ભારતના વેક્સિન પ્રોગ્રામની પ્રશંસા કરી

Tuesday 01st March 2022 12:51 EST
 

હૈદરાબાદઃ માઈક્રોસોફ્ટના સહ – સ્થાપક તથા બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ - અધ્યક્ષ બિલ ગેટ્સે ભારત દ્વારા કોવિડ – 19ની વેક્સિન વિક્સાવવાની, ઉત્પાદનની અને વિતરણની કામગીરીની પ્રશંસા કરી હતી અને દેશમાં વેક્સિનેશન અભિયાન હેઠળ જે રીતે લોકોને આવરી લેવાયા તે કાર્યવાહીને ખૂબ ‘અસરકારક’ ગણાવી હતી.

BioAsia 2022ને સંબોધતા તેમણે ઉમેર્યું કે સીરમ, ભારત બાયોટેક, બાયોલોજીકલ E અને ઘણાં ભારતીય પાર્ટનર્સે ખરેખર આગળ આવીને અદભૂત કામ કર્યું છે. ભારતે જે રીતે વેક્સિન કવરેજ કર્યું તે અતિ ધનવાન દેશો કરતાં પણ ખૂબ અસરકારક રહ્યું છે. તેમણે જણાવ્યું કે ગેટ્સ ફાઉન્ડેશન તેના પાર્ટનર્સ સાથે ભારતમાં માત્ર કોવિડ વેક્સિન માટે જ નહીં પરંતુ, HIV, ટીબી અને મેલેરિયા જેવા રોગો માટે mRNA જેવાં નવા પ્લેટફોર્મન્સનો ઉપયોગ વેક્સિન બનાવવામાં કરે છે.

24 ફેબ્રુઆરીએ તેલંગાણાના ઉદ્યોગ અને ટેક્નોલોજી પ્રધાન કે ટી રામા રાવ સાથે તેમણે વાતચીત કરી હતી. તેમણે નોંધ્યું કે ભારતે ગેટ્સ ફાઉન્ડેશન સહિતના વૈશ્વિક ભાગીદારો સાથે મળીને વેક્સિન્સ નિર્માણ કરવાનું અને તેનું વિતરણ કરવાનું એમ બે ખૂબ સારા કામ કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter