બિશ્નોઈ ગેંગનો માસ્ટર માઇન્ડ હેરી બોક્સર કેલિફોર્નિયામાં ઝડપાયો

Saturday 21st November 2026 06:38 EST
 
 

મુંબઈ: લોરેન્સ બિશ્નોઈ ગેંગના વિદેશથી ક્રાઈમ કરનારા મુખ્ય માસ્ટર માઈન્ડ હરિચંદ જાટ ઉર્ફે હેરી બોક્સરની કેલિફોર્નિયામાં ધરપકડ કરાઇ છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને હરિયાણા સ્પેશિયલ એક્શન ફોર્સે આપેલી માહિતીના આધારે આ કાર્યવાહી થઇ છે. બોક્સરની ધરપકડથી મુંબઈમાં રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ફાયરિંગ, અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર અને એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા સંબંધિત તપાસમાં મહત્વપૂર્ણ કડી મળવા શક્યતા છે. અમેરિકામાં તેની ધરપકડ બાદ ભારતીય તપાસ એજન્સીઓ બોક્સરને ભારત લાવવા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરશે. આ પ્રક્રિયામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન યુએસમાં સંબંધિત એજન્સીઓ સાથે સંકલન કરે તેવી શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter